ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023

સંકલિત બાળ વિકાસ સેવાઓ (ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023) એ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મારુ ગુજરાતને નિયમિતપણે તપાસતા રહો.

સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, ગુજરાતની વિવિધ જીલ્લા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને, 2023/24.

ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023

ભરતી સંસ્થાસંકલિત બાળ વિકાસ સેવાઓ (ગુજરાત)
યોજનાનું નામસંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS)
પોસ્ટનું નામઆંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર
ખાલી જગ્યાઓ10500
જોબ સ્થાન India
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2023
લાગુ કરવાની રીતઓનલાઈન
શ્રેણીગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023

નોકરીની વિગતો:

આઈ.સી.ડી.એસ, શાખા, ગુજરાતની વિવિધ જીલ્લા, ગુજરાતની વિવિધ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.

પોસ્ટ્સ:

• Anganwadi Worker: 3421 Posts

• Anganwadi Helper: 7079 Posts

પોસ્ટની કુલ સંખ્યા:

• 10500 પોસ્ટ્સ

*કૃપા કરીને ખાલી જગ્યાની વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.

યોગ્યતાના માપદંડ:

શૈક્ષણિક લાયકાત:

• ધો. 10 અને 12 પાસ. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉંમર મર્યાદા:

• 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે

પગાર:

• આંગણવાડી કાર્યકર: રૂ. 10000/- માસિક

• આંગણવાડી હેલ્પર: રૂ. 5500/- માસિક

• મીની આંગણવાડી કાર્યકર: રૂ. 10000/- માસિક

સૂચનાઓ:

• મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારાઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)

• રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ગુજરાતની વિવિધ જીલ્લાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,

• અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)

• આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

• અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.08/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.

• ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.

• આંગણવાડી કાર્યકર-૧૦,૦૦૦/- આંગણવાડી તેડાગર-૫૫૦૦/- અને મીની આંગણવાડી કાર્યકર-૧૦,૦૦૦/- ને મળતુ માનવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત,ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

• આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશેઅને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,

• ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આં.વાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

• વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS),સેંટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવો.

કેવી રીતે અરજી કરવી?

• લાયક ઉમેદવારો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.

નૉૅધ:

ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

છેલ્લી તારીખ:

ઘટનાતારીખ
થી ઓનલાઈન અરજી કરો08-11-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2023

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

30-11-2023

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Share your love

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *